ર૦ર૭ના પ્રારંભે ટ્રમ્પ ભારત આવશે : વિદેશમંત્રી માર્કો રૂબિયો
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૭:
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ ૨૦૨૭ની શરૂઆતમાં ભારત આવી શકે છે. ન્યૂઝ એજન્સી અનુસાર, હૈદરાબાદમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ નિવેદન આપ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ભારતની પ્રગતિ, વિકાસ અને વૈશ્વિક સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાને કેવી રીતે જુએ છે, ત્યારે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, ‘અમે વડાપ્રધાન મોદી અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોના ખૂબ મોટા પ્રશંસક છીએ.’
આ ટ્રમ્પની બીજી ભારત યાત્રા હશે. આ પહેલા ટ્રમ્પ વર્ષ ૨૦૨૦માં અમદાવાદમાં તેમની પ્રથમ ભારત યાત્રા પર આવ્યા હતા.


