સિંધ અંગેના રાજનાથસિંહના નિવેદનથી પાકિસ્તાન ભડકયું : વાંધો ઉઠાવ્યો

સિંધ અંગેના રાજનાથસિંહના નિવેદનથી પાકિસ્તાન ભડકયું : વાંધો ઉઠાવ્યો

ઇસ્લામાબાદ તા.૨૪
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પાકિસ્તાનના સિંધ પ્રાંતનો ઉલ્લેખ કરતા નિવેદન સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાને એક નિવેદન બહાર પાડીને આ નિવેદનને ખોટું, ઉશ્કેરણીજનક અને ખતરનાક ગણાવ્યું છે.
પાકિસ્તાને કહ્યું કે આવા નિવેદનો આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે અને દેશો વચ્ચે સીમાઓ સ્થાપિત કરે છે અને માગ કરી છે કે ભારતીય નેતાઓ આવા નિવેદનો આપવાથી દૂર રહે, કારણ કે તે ક્ષેત્રમાં તણાવ વધારી શકે છે.
રાજનાથ સિંહે ગઈકાલે દિલ્હીમાં કહ્યું હતું કે આજે સિંધની જમીન ભારતનો ભાગ ભલે ના હોય, પરંતુ સભ્યતા પ્રમાણે સિંધ હંમેશાં ભારતનો ભાગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે. ક્યારે બોર્ડર બદલાઈ જાય કોણ જાણે છે ? શું ખબર ભવિષ્યમાં સિંધ ભારત પાસે આવી જાય.