ટ્રમ્પના કટ્ટર સમર્થક જમણેરી કાર્યકર્તા ચાર્લી કર્કની ગોળી મારી હત્યા
ઉટાહ તા.૧૧
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને રાઈટ વિંગ એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના યુટા રાજ્યની યુટા વેલી યુનિવસિર્ટીમાં બની છે. ચાર્લી અહીં ‘ધ અમેરિકન કમબેક ટૂર‘ કાર્યક્રમ માટે આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં ચાર્લી તંબુ નીચે માઈક પકડીને બોલી રહ્યો હોય એવું જોવા મળે છે. પછી અચાનક ગળા પાસે ગોળી વાગે છે, ખૂબ લોહી વહેવા લાગે છે અને જમીન પર પડી જાય છે.
ચાર્લીની હત્યા પર ટ્રમ્પે એક પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર લખ્યું, સાચા મહાન અમેરિકન દેશભક્ત ચાર્લી કર્કના સન્માનમાં હું અમેરિકામાં તમામ ઝંડાઓને રવિવારે સાંજે ૬ વાગ્યા સુધી અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપી રહ્યો છું.
પાલિટિકલ એક્ટિવિસ્ટ ચાર્લી ર્ટનિંગ પોઈન્ટ યુએસએ (્ઁેંજીછ) નામનું સંગઠન ચલાવતો હતો, જેમાં તે શાળાઓ અને કોલેજોમાં જતો હતો અને વિદ્યાર્થીઓને રાજકારણ વિશે કહેતો હતો. તેને ટ્રમ્પનો કટ્ટર સમર્થક પણ માનવામાં આવતો હતો. હુમલાખોર કોણ હતો અને તેણે આવું કેમ કર્યું એ હજુ સુધી સ્પષ્ટ નથી.


