બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા ઝિયાનું ૮૦ વર્ષની વયે અવસાન
(એજન્સી) ઢાકા તા.૩૦
બાંગ્લાદેશના અગ્રણી પક્ષ, બીએનપીના વડા, બેગમ ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. તેઓ ૮૦ વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમણે બે વાર વડા પ્રધાન તરીકે સેવા આપી હતી, પહેલી વાર ૧૯૯૧ થી ૧૯૯૬ અને બીજી વાર ૨૦૦૧ થી ૨૦૦૬. તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન પણ હતા. તેમના પતિ ઝિયાઉર રહેમાન, લશ્કરી શાસક અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા. તેમણે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ની સ્થાપના કરી હતી. ૧૯૮૧ માં તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી, બેગમ ખાલિદા ઝિયા પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે.


