મહાદેવ સટ્ટાબાજી એપનો મુખ્ય સુત્રધાર રૂા.૬૦૦૦ કરોડનો કૌભાંડી દુબઈથી ફરાર
(એજન્સી) દુબઈ તા.૬:
મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન સંબંધિત રૂા.૬,૦૦૦ કરોડના મની લોન્ડરિગ કેસનો મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈથી ફરાર થઈ ગયો છે. આ ઘટનાક્રમે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) વચ્ચેના મજબૂત સંબંધોમાં પહેલી તિરાડનો સંકેત આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) તરફથી પ્રત્યાર્પણ વિનંતી પેન્ડિંગ હોવા છતાં ઉપ્પલની મુક્તિ અને ગાયબ થવાથી ભારતીય તપાસ એજન્સીઓ મૂંઝવણમાં છે. ેંછઈ એ ભારતને તેના ઠેકાણા અંગે કોઈ માહિતી આપી નથી. એવું જાણવા મળ્યું છે કે ેંછઈ એ ન તો ભારતને તેની મુક્તિ વિશે અગાઉથી જાણ કરી હતી કે ન તો તે હવે કયા દેશમાં ભાગી ગયો છે તે દેશનો ખુલાસો કર્યો હતો.
રવિ ઉપ્પલને ભારતીય એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવતી હતી, કારણ કે તે મહાદેવ એપ ગેરકાયદેસર સટ્ટાબાજી સિન્ડિકેટના મુખ્ય સંચાલકોમાંનો એક છે. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) સહિત અનેક એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ૫૦૦ કરોડથી વધુની લાંચ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલ સાથે કથિત રીતે જોડાયેલી હતી.


