પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ : ઈમરાનખાનના પુત્રએ તેના પિતા જીવીત હોવાના પુરાવા માંગ્યા
(એજન્સી) ઇસ્લામાબાદ તા.૨૮
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પુત્ર કાસિમ ખાને જેલમાં બંધ પોતાના પિતાના જીવિત હોવાના પુરાવા માંગ્યા છે. તેણે કહ્યું કે કોઈને પણ ખબર નથી કે ઇમરાન ખાન જીવિત છે કે નહીં. કાસિમે ઠ પર લખ્યું કે તેના પિતાને ૮૪૫ દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા ૬ અઠવાડિયાથી તેમને એકલા એક ‘ડેથ સેલ‘માં રાખવામાં આવ્યા છે. ન તો કોઈને તેમને મળવા દેવામાં આવ્યા છે, ન તો કોઈ ફોન કોલ કે મેસેજ આપવામાં આવ્યો છે. કાસિમે કહ્યું કે તેમની ફોઈઓને પણ પોતાના ભાઈને મળવા દેવામાં આવી રહ્યા નથી. આ બધું કોઈ સુરક્ષા નિયમને કારણે નથી, પરંતુ જાણી જોઈને કરવામાં આવી રહેલી કાર્યવાહી છે. સરકાર તેના પિતાની અસલી હાલત છુપાવી રહી છે.


