પેરાસિટામોલ બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન.
આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આરોગ્ય સચિવની સલાહકાર બેઠક બાદ નિવેદન આપવામાં આવ્યું છે કે એક અતિ સામાન્ય ગણાતી પેઈનકિલર એવી પેરાસિટામોલના સેવનથી બાળકોમાં ઓટીઝમનું જોખમ વધી શકે છે આથી ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકોએ ડોક્ટરની સલાહ વગર આનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહી. જો કે તજજ્ઞોનું માનવું છે કે ઓટીઝમને પેરાસિટામોલ સાથે કોઈ જ સંબંધ નથી તેમજ તાવ કે પીડા ન થાય એ માટે ગર્ભકાળ દરમિયાન એસિટામિનોફેન સૌથી સુરક્ષિત પેઈનકિલર હોવાનું તેઓ માની રહ્યા છે.


