UNમાં ભારતનો ફરીથી આડકતરી રીતે પાકિસ્તાન વિરુદ્ધ હુંકાર.

UNમાં ભારતનો ફરીથી આડકતરી રીતે પાકિસ્તાન વિરુદ્ધ હુંકાર.
THE HINDU

UN માં યોજાયેલી સુરક્ષા પરિષદમાં ભારતના રાજદૂત પરવથનેની હરીશે વિશ્વના દેશોને યુનાઈટેડ નેશન્સ એ આતંકવાદી જાહેર કરેલા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો પાકિસ્તાનમાં સુરક્ષિત રહીને પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે અને વિશ્વભરમાં આતંક ફેલાવી રહ્યા છે ત્યારે તેઓ આગળ જતા અફઘાનિસ્તાનમાં વધુ પગપેસારો ન કરે એ માટે પ્રતિબંધ મુકવા અને એક વ્યૂહ સાથે એમને અટકાવવા આવાહન કર્યું છે.  

હરીશે આગળ જણાવ્યું હતું કે ભારત હંમેશા અફઘાનિસ્તાનની સાથે ગાઢ અને મૈત્રીભર્યા સંબંધો રહ્યા છે ત્યારે ભારત સદા અફઘાનિસ્તાનની સુરક્ષા બાબતે સચેત રહેશે.  અફઘાનિસ્તાને 22 એપ્રિલ 2025ના રોજ થયેલા પહલગામ હુમલાની પણ નિંદા કરી ભારતની સાથે ઉભું રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2021 માં જયારે તાલીબાને કાબુલ પર કબજો કરેલો ત્યારે ભારતે જ 40000 લી. જંતુનાશક, 330 ટન જેટલી સારવારની સામગ્રી અને 50000 ટન જેટલા ઘઉં અફઘાનિસ્તાન પહોચાડયા હતા તેમજ તાજેતરમાં જયારે અફઘાનિસ્તાન ભૂકંપ આવેલો ત્યારે ભારતે તરત જ 15 ટન જેટલી ખાદ્યસામગ્રી, દવાઓ, અને આવશ્યક ચીજવસ્તુઓ પહોચાડી હતી.