યુધ્ધથી વિશ્વ અર્થવ્યવસ્થા ડામાડોળ ફીલીપાઈન્સે એનર્જી કટોકટી લાગુ કરી
(એજન્સી) નવી દિલ્હી તા.ર૬
ઈરાન યુદ્ધની અસર હવે વિશ્વભરમાં અનુભવાઈ રહી છે. આ સંઘર્ષે વિશ્વની ઉર્જા જીવનરેખા ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિગ બંધ કરી દીધું છે. જેને વૈશ્વિક ઇતિહાસમાં સૌથી મોટું તેલ અને ગેસ સંકટ માનવામાં આવે છે. આનું કારણ એ છે કે વિશ્વનું ૨૦ ટકા તેલ અને તેનો ત્રીજો ભાગનો ગેસ આ માર્ગમાંથી પસાર થાય છે. તેના બંધ થવાથી હવે વ્યાપક ગભરાટ ફેલાયો છે. એશિયન દેશો, જેમનું મોટાભાગનું તેલ અને ગેસ હોર્મુઝ માર્ગ દ્વારા મેળવવામાં આવે છે, તેઓ સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ફિલિપાઈન્સ પહેલો ભોગ બન્યો છે. દેશે રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરી છે. એ સ્પષ્ટ છે કે દેશમાં ઇંધણ પુરવઠાની સ્થિતિ સતત બગડી રહી છે. ફિલિપાઇન્સ તેના ૯૮% તેલ પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે. રાષ્ટ્રપતિ ફડિર્નાન્ડ માર્કોસ જુનિયરે મંગળવારે એક કાર્યકારી આદેશ જારી કરીને રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરી. તેમણે જણાવ્યું હતું કે દેશની ઉર્જા સ્થિરતા, આર્થિક પ્રવૃત્તિ અને આવશ્યક સેવાઓ સુનિતિ કરવા માટે આ જરૂરી છે.
ફિલિપાઇન્સમાં માત્ર ૪૫ દિવસનો પુરવઠો બાકી છે. ૨૮ ફેબ્રુઆરીથી દેશમાં પેટ્રોલના
ભાવ ૧૦૦ ટકા વધ્યા છે. ફિલિપાઇન્સ ઉપરાંત, વિયેતનામ, સિગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન, મલેશિયા અને થાઇલેન્ડ પણ તેમના ૭૦ ટકા થી વધુ તેલ મધ્ય પૂર્વમાંથી મેળવે છે. વિયેતનામનું ૯૦ ટકા ક્રૂડ ઓઇલ મધ્ય પૂર્વમાંથી આવે છે. ભારત અને ચીન પણ પશ્ચિમ એશિયાઈ તેલના મુખ્ય ખરીદદારો છે.


