ફેક ન્યુઝ વિરૂધ્ધ કડક નિયમો ઘડાશે : પ્રતિબંધ, દંડ અને સજાની જાેગવાઈ

ફેક ન્યુઝ વિરૂધ્ધ કડક નિયમો ઘડાશે : પ્રતિબંધ, દંડ અને સજાની જાેગવાઈ
MEDIUM

નવી દિલ્હી
સંસદની કોમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી કમિટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર, આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) દ્વારા બનાવવામાં આવતા ફેક ન્યૂઝ અંગે કડક નિયમોની ભલામણ કરી છે. સમિતિ માને છે કે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે સજાની જોગવાઈ હોવી જોઈએ. આ સાથે, તેમના પર પ્રતિબંધ પણ જરૂરી છે. આ અંગે, સમિતિએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક રિપોર્ટ સુપરત કર્યો છે, જે આગામી સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.
આ દિવસોમાં નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અંગે હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન, ભાજપના સાંસદ નિશિકાંત દુબેની આગેવાની હેઠળની સમિતિએ લોકસભા સ્પીકરને એક રિપોર્ટ સુપરત કર્યો છે. રિપોર્ટમાં ફેસબુક, યુટયુબ, એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પર છૈં-જનરેટેડ પ્રચાર વીડિયો અને ફોટાના પ્રસારણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે, પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ફેક ન્યૂઝ રોકવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.