ર૦ર૬માં વૈશ્વિક વિકાસમાં ભારતનું યોગદાન ર૦ ટકા રહેશે : અર્થવ્યવસ્થામાં ડંકો વાગશે

સ્વીટઝર્લેન્ડના દાઓસમાં આજથી વર્લ્ડ ઈકોનોમીક ફોરમની પ૬મી વાર્ષિક બેઠક

ર૦ર૬માં વૈશ્વિક વિકાસમાં ભારતનું યોગદાન ર૦ ટકા રહેશે : અર્થવ્યવસ્થામાં ડંકો વાગશે

(એજન્સી)         દાઓસ તા.૧૯:
વૈશ્વિક અર્થતંત્ર હાલમાં ભૂરાજકીય તનાવ અને ટ્રમ્પના ટેરિફનો સામનો કરી રહ્યું છે. વલ્ર્ડ ઇકોનોમિક ફોરમ (ઉઈહ્લ) ની ૫૬મી ર્વાષિક બેઠક આશાના કિરણ તરીકે ઉભરી આવી છે. ૧૯ થી ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન દાવોસમાં યોજાનારી આ બેઠક સંવાદની ભાવના થીમ હેઠળ વિભાજિત વિશ્વમાં સંવાદની જરૂરિયાત પર ભાર મૂકે છે. એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, ઉઈહ્લ પ્રમુખ અને ઝ્રઈર્ં બોર્જ બ્રેન્ડેએ ભારતને વૈશ્વિક વિકાસનું સૌથી મોટું એન્જિન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૬ સુધીમાં ભારત એટલી ઝડપથી વિકાસ કરશે કે તે વૈશ્વિક વિકાસમાં ૨૦ ટકા યોગદાન આપશે.
વલ્ર્ડ ઇકોનોમિક ફોરમ (ઉઈહ્લ) ના પ્રમુખ બોર્જ બ્રેન્ડેએ દાવોસમાં જણાવ્યું હતું કે ભારત આ વર્ષે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બનશે અને વૈશ્વિક વિકાસમાં ૨૦ ટકા યોગદાન આપશે.બ્રેન્ડેએ કહ્યું કે જો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વૃદ્ધિ સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરી શકે, તો તે વધુ સારું રહેશે.
ઉઈહ્લ ના વડાએ કહ્યું, મને હજુ પણ લાગે છે કે આ વર્ષે તે (ભારત) સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર હશે. અને હવે આપણી પાસે એવા આંકડા છે જે દર્શાવે છે કે ભારત વૈશ્વિક વિકાસમાં ૨૦ ટકા હિસ્સો ધરાવી શકે છે. તો પછી ભારત ફક્ત પોતાના માટે જ વિકાસ કરી રહ્યું નથી, પરંતુ તે વૃદ્ધિ આપણા ગ્રહ પરના દરેક માટે પણ યોગદાન આપી રહી છે કારણ કે તે વૃદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ છે.