મક્કાથી મદીના જઈ રહેલી બસ અગનગોળો બની : ૪ર ભારતીયોના મોત
ગત મોડીરાત્રે ૧.૩૦ કલાકે સાઉદીઅરબમાં મદીનાથી ૧૬૦ કિમી દુર બનેલી દુર્ઘટનામાં ભારતીય યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ : મૃતકોમાં ર૦ બાળકો, ૧૧ મહિલાઓનો સમાવેશ
(એજન્સી) રિયાધ તા.૧૭
ગત મોડી રાત્રે સાઉદી અરેબમાં થયેલા માર્ગ અકસ્માતમાં ૪૨ ભારતીયોનાં મોત થયા છે. મક્કાથી મદીના જઈ રહેલી
બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી અને તેમાં ભીષણ આગ લાગી હતી. મૃતકોમાં ૨૦ મહિલાઓ અને ૧૧ બાળકોનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં માત્ર ડ્રાઇવર જ બચી ગયો હતો.
મોટાભાગના મૃતકો હૈદરાબાદના હોવાનું કહેવાય છે. આ અકસ્માત મદીનાથી લગભગ ૧૬૦ કિલોમીટર દૂર મુહરાસ નજીક ભારતીય સમય મુજબર ગત રાત્રે આશરે ૧:૩૦ વાગ્યે થયો હતો. તે સમયે ઘણા મુસાફરો સૂઈ રહ્યા હતા અને તેમને બસમાંથી બહાર નીકળવાની તક જ મળી હતી નહીં.
તેલંગાણા સરકારે કહ્યું કે તેઓ રિયાધમાં ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દિલ્હીમાં હાજર અધિકારીઓને દૂતાવાસ સાથે સંપર્કમાં રહીને પીડિતોની ઓળખ કરવા અને અન્ય તમામ મદદ કરવા નિર્દેશ આપ્યો છે.
જેદ્દાહ સ્થિત ભારતીય દૂતાવાસે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. "સાઉદી અરેબિયાના મદીના નજીક ભારતીય ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલા દુ:ખદ બસ અકસ્માતને ધ્યાનમાં રાખીને, દૂતાવાસે જણાવ્યું હતું કે, જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે ૨૪ટ૭ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર ૮૦૦૨૪૪૦૦૦૩ છે.
આ ઘટના બાદ, તેલંગાણા સરકારે પરિવારો તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવી શકે તે માટે સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. પરિવારના સભ્યો નીચેના નંબરો પર સંપર્ક કરી શકે છે: ૭૯૯૭૯-૫૯૭૫૪ અને ૯૯૧૨૯-૧૯૫૪૫.


