જૂનાગઢના ચોકી ગામે ૧૦૦ દિવસીય ક્ષયરોગ જનજાગૃતિ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક ડિજિટલ ચેસ્ટ X-Ray કેમ્પ યોજાયો
જૂનાગઢ તા.31
૧૦૦ દિવસીય ક્ષયરોગ - ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢના ચોકી ગામના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે નિઃશુલ્ક ડિજિટલ ચેસ્ટ X-Ray કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. આ સાથે ક્ષયરોગના વહેલા નિદાન અને સમયસર સારવાર અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચોકી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ગ્રામજનોને આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા તેમજ બે અઠવાડિયા થી વધુ ઉધરસ, જીણો તાવ, ભૂખ ન લાગવી, વજન મા ધટાડો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા ચોકી આયુષ્માન આરોગ્ય મંદિરના MPHW, FHW, CHO તથા આશા બહેનોએ ગામમાં જનજાગૃતિ લાવી, લાભાર્થીઓનો સંપર્ક કરી તેમની નોંધણી તેમજ કેમ્પનું સુચારૂ આયોજન કરવામાં મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.


