હું આજીવન ગુજરાતની જનતાનો ઋણી રહીશ : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે : બનાસકાંઠાના ભીલડી ખાતે રૂા.૧૪ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું શિલાન્યાસ-લોકાર્પણ ‘આજે બનાસકાંઠાના લોકોએ વટ પાડી દીધો, દુનિયામાં આટલી મોટી ખાટલા સભા કયારેય નહીં થઈ હોય, આ ગિનિઝ રેકોર્ડ સમાન’ : મોદી
ડીસા/બનાસકાંઠા તા. ૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાને બનાસકાંઠાના ભીલડી ખાતે ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનો શિલાન્યાસ-લોકાર્પણ કર્યું હતું. જ્યારે આવતીકાલે તા.૩૧મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાના છે. BBBRC સેન્ટરનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી ભીલડીમાં સભા સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે ખેડૂતો અને મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BBBRC સેન્ટરમાં પીએમ મોદીએ વાછરાડાઓને દૂધ પીવડાવ્યું હતું. રોડ શૉ પૂર્ણ કર્યા બાદ અહીં ET-IVF લેબનું ઉદઘાટન કર્યું હતું.
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ માટે આજે બનાસકાંઠા આવી પહોચ્યાં છે. અહીં જાહેર સભાને સંબોધન કર્યું અને ૧૪૦૦૦ કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ-ખાતમુહૂર્ત કર્યું હતું.
વડાપ્રધાન દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. ૧૨૭ એકરમાં પથરાયેલ આ કેન્દ્ર સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપ્રગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, જેનાથી ઓલાદ સુધારણા ૧૦થી ૨૦ ગણી ઝડપી બનશે. કાંકરેજ ગાયની ઓલાદ માટે સમપિર્ત આ પ્રકારની દેશની આ પહેલી સુવિધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કેવડિયા પહોંચી જશે અને ૩૧મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ઉજવણીનું એક મુખ્ય આકર્ષણ ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા‘ દ્વારા આયોજિત ‘નક્સલ મુક્ત ભારત‘ પરનું એક વિશેષ નાટ્ય પ્રદર્શન હશે, જેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત ૧૨૬ જિલ્લાના આશરે ૨૦૦૦ કલાકારો ભાગ લેશે.
આ ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો આશરે ૧૯,૦૦૦ કરોડનો ૨૪મો હપ્તો જાહેર કરવામાં આવશે. જ્યારે આવતીકાલે ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાશે. આજે પીએમ મોદીના આગમનને પગલે ડીસાના ભીલડીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે બનાસકાંઠાના લોકોએ વટ પાડી દીધો, આટલી મોટી ખાટલા સભા દુનિયામાં કયારેય નહીં થઈ હોય, આ ગિનિઝ રેકોર્ડ સમાન છે. તેમ જણાવતા વડાપ્રધાન મોદીએ જન સભાને સંબોધતા કહ્યું કે, હું આજીવન ગુજરાતની જનતાનો ઋણી રહીશ.


