ઉપલા દાતાર ખાતે ગુરૂપૂણિર્મા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

સમાધિ પૂજન મહાપ્રસાદ અને રાત્રિના સંતવાણીનાં કાર્યક્રમો

ઉપલા દાતાર ખાતે ગુરૂપૂણિર્મા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

જૂનાગઢ તા.29
જૂનાગઢમાં ઉપલા દાતારની ધામિર્ક જગ્યા ખાતે આજે ગુરૂપૂણિર્મા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં ઉપલા દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્ય પટેલ બાપુ અને પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું હતું બપોરે ભાવીક ભકતો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. અને આજે રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં ધવલ ઝાલા અને હીતેસ અંટાળા સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે. આ ગુરૂપૂણિર્મા મહોત્સવમાં ઉપલા દાતારની જગ્યા ખાતે હજારોની સંખ્યામાં વરસતા વરસાદ વચ્ચે આટલી ઊંચાઈ ઉપર પણ ભાવિકોનો અવિરત પ્રવાહ દાતારના દરબારમાં ઉમટી પડયો હતો. તેમજ જગ્યાના મહંતશ્રી ભીમબાપુનાં માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં ભાવિક ભક્તો આજે વહેલી સવારથી દાતાર બાપુના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.