રવિવારે ચાલુ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ : ભારતમાં નહીં દેખાય
એજન્સી) મુંબઈ,તા.૧૯:
પૂનમે થયેલું ખગાસ ચંદ્રગહણ ભારતમાં દેખાયા બાદ હવે તેના એક પખવાડિયા બાદ એટલે કે રવિવારે ભાદરવા વદ અમાસે સૂર્યગ્રહણનો સંયોગ રચાશે. ચાલુ સંવત વર્ષ ૨૦૮૧નું આ અંતિમ ગ્રહણ હોય અને ભારતમાં દેખાવાનું ન હોય સૂતક કે વેધ ન પાળવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, રવિવારે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ગ્રહણનો સ્પર્શ રાત્રીએ ૯ વાગ્યે, મધ્ય ૧.૧૨ વાગ્યે અને ગ્રહણ મોક્ષ મધરાત્રીએ ૩.૨૪ વાગ્યે થશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય સૂતક કે વેધ પાળવાનો નથી. ૭ સપ્ટેમ્બરના રોજ જ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયું હતું. જોકે, હવે રવિવારનું ગ્રહણ સંવત ૨૦૮૧નું આ અંતિમ ગ્રહણ છે અને ત્યારબાદ હવે નવા સંવત વર્ષ ૨૦૮૨માં ગ્રહણનો સિલસિલો જોવા મળશે.


