આંધ્રપ્રદેશ, તામીલનાડુની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ સત્યસાંઈબાબા મંદિરમાં પુજા કરી

આંધ્રપ્રદેશ, તામીલનાડુની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ સત્યસાંઈબાબા મંદિરમાં પુજા કરી

પુટપર્થી તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે છે. વડાપ્રધાન સૌપ્રથમ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સત્ય સાંઈ બાબા મંદિર અને મહાસમાધિ ગયા હતા. ત્યાં તેમણે પૂજા કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારબાદ તેઓ સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન, મોદી એક સ્મારક 
સિક્કો અને ટપાલ ટિકિટનો સેટ જાહેર કરશે. તેઓ સભાને પણ સંબોધન કરશે.
ત્યારબાદ પીએમ મોદી તમિલનાડુના કોઈમ્બતુર જશે. તેઓ બપોરે લગભગ ૧:૩૦ વાગ્યે દક્ષિણ ભારત નેચરલ ર્ફામિંગ સમિટ ૨૦૨૫નું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન, તેઓ પીએમ કિસાન યોજનાનો ૨૧મો હપ્તો જાહેર કરશે.
પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં હાજરી આપતાં મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઁસ્ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન, કેન્દ્રીય મંત્રીઓ રામ મોહન નાયડુ કિંજરાપુ અને જી કિશન રેડ્ડી પણ હાજર હતા.