ગાઝીયાબાદના યુવાનને સુપ્રીમ કોર્ટે આપી ઈચ્છા મૃત્યુની મંજૂરી : દેશનો પ્રથમ કિસ્સો

ગાઝીયાબાદના યુવાનને સુપ્રીમ કોર્ટે આપી ઈચ્છા મૃત્યુની મંજૂરી : દેશનો પ્રથમ કિસ્સો

સુપ્રીમ કોર્ટ દ્વારા આજે એક મહત્વની નિર્ણય જાહેર કર્યો છે જેમાં ગાઝીયાબાદના હરિશરાણા જે છેલ્લા 13 વર્ષથી કોમામાં છે તેમને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી છે. દેશમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે.
2013ની સલમા હરીશરાણા હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયા હતા. જેના કારણે તેમને લકવો થઈ ગયો હતો. હરીશરાણાની સારવાર માટે એક મહિનાનો રૂ.25 થી 30 હજાર ખર્ચ આવે છે. હરીશરાણાની હાલત વધુ ખરાબ થઈ છે અને પરિવારે તેમની સાજા થવાની આશા ગુમાવી દીધી હતી.
હરીશરાણાની માતા નિર્મલારાણા અને પિતા અશોકરાણાએ ઈચ્છા મૃત્યુ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જેને મંજૂરી અપાઈ છે. જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની એઈમ્સને નિર્દેશ આપ્યો છે કે દર્દીની ગરિમા જળવાઈ તે રીતે જીવન રક્ષક સારવાર તબક્કાવાર દૂર કરવા આદેશ કરાયો છે.