સોમનાથ દાદાને શીશ ઝૂકાવતાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા

સોમનાથ દાદાને શીશ ઝૂકાવતાં મહેસૂલ રાજ્યમંત્રી  સંજયસિંહ મહીડા

પ્રભાસ પાટણ, તા.૩
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા ગીર સોમનાથ જિલ્લાની એકદીવસીય મુલાકાતે હતાં. મંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું.મંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળ અર્પણ કરી પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. મંત્રીશ્રીએ ગર્ભગૃહમાં પલાંઠીભેર બેસી અને ભોળાનાથની આરાધના કરી આ પવિત્ર ભૂમિ પ્રત્યે શ્રદ્ધૈય ભાવ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ સમગ્ર પરિસરની મુલાકાત લઈ અને લાઈટ એન્ડ સાઉન્ડ શો, સોમનાથ સ્વાભિમાન પર્વ સહિત મંદિર વ્યવસ્થાઓની જાણકારી મેળવી હતી અને બાણસ્તંભનું ઐતિહાસિક અને ભૌગૌલિક દ્રષ્ટિએ મહત્વ જાણ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રીને પ્રસાદભેટ આપવામાં આવી હતી. મંત્રીની સોમનાથ મંદિર મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી વિનોદ જાેશી તેમજ મામલતદાર આર.પરસાણિયા અને સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.