ક્રુડ તેલના ભાવમાં ભડકો : એક જ દિવસમાં રપ ટકાનો ઉછાળો

મધ્યપૂર્વમાં યુધ્ધથી ક્રુડ તેલનો ભાવ ૧૧૬ ડોલરને વટાવી ગયો : ડોલર સામે રૂપિયો વધુ પ૧ પૈસા તુટી ૯ર.ર૭ની સપાટીએ પહોંચ્યો

ક્રુડ તેલના ભાવમાં ભડકો : એક જ દિવસમાં રપ ટકાનો ઉછાળો

(એજન્સી) નવી દિલ્હી તા.૦૯ : 
ઈરાન પરના અમેરિકા તથા ઈઝરાયેલના આક્રમણના કારણે વિશ્વભરમાં સર્જાયેલા ઈંધણની કટોકટી, હાર્મુસ જળમાર્ગ બંધ થતા જ વિશ્વની ક્રુડતેલની હેરાફેરીને થયેલી અસર, સાઉદી અરેબીયાથી ઈરાન સુધી ક્રુડતેલ ઉત્પાદન કુવા તથા રિફાઈનરીઓ પરના હુમલાના કારણે ક્રુડતેલમાં મોટો ઉછાળો આવ્યો છે પણ ન્યુયોર્ક માર્કેટમાં ડબલ્યુસીઆઈ ક્રુડતેલ ૧૧૫.૯૬ ડોલર અને ભારતના વપરાશના બ્રેન્ટ ક્રુડનો ભાવ ૧૧૬ ડોલર પ્રતિ બેરલને પાર કરી ૧૧૬.૩૫ ડોલર પ્રતિ બેરલ પહોંચતા જ હવે તેની ગંભીર અસર ભારતના પેટ્રોલ-ડિઝલના ભાવથી પુરા અર્થતંત્ર પર થશે. યુદ્ધ વકરવાના સંકેત મળતા જ ડોલર સામે રૂપિયો પણ વધુ ગગડયો છે.
આજે ડોલર સામે રૂપિયો વધુ ૫૧ પૈસા તૂટીને તે ૯૨.૨૭ની સપાટીએ પહોંચી ગયા છે અને હજુ વધુ ગગડે તેવા સંકેત છે. આમ કોહરામની સ્થિતિ છે. ડબલ્યુસીઆઈ ક્રુડ ૨૭.૫૭%નો વધારો થયો છે. એક જ દિવસમાં તે ૨૫ ડોલર ઉછળ્યુ છે તો બ્રેન્ટક્રુડ જે ભારત માટે મહત્વનું છે. 
તેમાં પણ એક જ દિવસમાં ૨૪ ડોલરનો ઉછાળો આવ્યો છે અને હજુ નિષ્ણાંતો વધુ ઉંચા ભાવની આગાહી કરી છે.