ગાઝા યુધ્ધ સમાપ્ત થઈ ગયું હોવાની ટ્રમ્પની જાહેરાત : હમાસે ૭ ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા

ગાઝા યુધ્ધ સમાપ્ત થઈ ગયું હોવાની ટ્રમ્પની જાહેરાત : હમાસે ૭ ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા

વોશિંગ્ટન તા.૧૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોવાની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર જળવાઈ રહેશે, કારણ કે લોકો હવે આ યુદ્ધથી કંટાળી ગયા છે. યહૂદીઓ, મુસ્લિમો અને આરબ દેશો બધા જ આ કરારથી ખુશ થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, "બધા ખુશ છે, પછી ભલે તે યહૂદીઓ હોય, મુસ્લિમો હોય કે આરબ દેશો. ટ્રમ્પની શાંતિ યોજનાના ભાગરૂપે હમાસે આજે ૭ ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા છે અને વધુ ૧૩ બંધકોને મુક્ત કરવામાં આવશે. 
મુક્ત કરાયેલા બંધકોને રેડક્રોસને સોંપવામાં આવી રહ્યા છે.