અમેરીકાના વિદેશમંત્રી માર્કો રૂબીયો આજે જામનગર ખાતે રિલાયન્સ રીફાઈનરીની મુલાકાતે
જામનગર તા.૨૧ :
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો આજે ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વવિખ્યાત રિફાઇનરીની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા સહયોગને મજબૂત બનાવવાનો તથા વૈશ્વિક ઊર્જા સુરક્ષા અંગે ચર્ચા કરવાનો છે. રુબિયોની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર કરાર અંતિમ તબક્કામાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચેનો વેપાર કરાર અંતિમ સ્વરૂપની ખૂબ નજીક છે. તેમણે કહ્યું હતું કે કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે હવે માત્ર થોડા મુદ્દાઓ ઉકેલવાના બાકી છે અને ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે.


