જૂનાગઢ ઉપલા દાતાર દશેરા પર્વે સિધ્ધનાધુણે વિશ્વ શાંતિ માટે યજ્ઞ અને જગ્યા ખાતે શસ્ત્ર પૂજન કરાયું

જૂનાગઢ ઉપલા દાતાર દશેરા પર્વે સિધ્ધનાધુણે વિશ્વ શાંતિ માટે યજ્ઞ અને જગ્યા ખાતે શસ્ત્ર પૂજન કરાયું

જૂનાગઢ, તા.ર૧
જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતેે વિજયાદશમી દશેરાના પાવન પર્વ ઉપર જગ્યાની પરંપરા મુજબ નવનાથ સિદ્ધ ચોર્યાસીના ધુણા ખાતે વિશ્વ શાંતિ માટે એક સુંદર મજાના યજ્ઞનું આયોજન થયું હતું જેમાં ભાવિકોએ ભાગ લઈ અને યજ્ઞમાં આહુતિ આપી હતી. ત્યારબાદ જગ્યા ખાતે પૂજ્ય ભીમ બાપુ દ્વારા જગ્યાના હથિયારો અને બંદોબસ્તમાં રહેલા એસઆરપીના હથિયારોનો શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો અને આ પ્રસંગે ભાવિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દાતારબાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તો માટે દાતારની જગ્યા ખાતે દશેરા નિમિત્તે અન્ન ક્ષેત્રમાં ગરમાગરમ જલેબી ફાફડાનો મહાપ્રસાદ પણ લોકોએ ગ્રહણ કર્યો હતો.