ટાઈગર શ્રોફ નહીં સલમાન ખાન હતો અસલી નિશાન

બિશ્નોઈ ગેંગના શુટરોએ સલમાનના ઘરની રેકી કરી હતી

ટાઈગર શ્રોફ નહીં સલમાન ખાન હતો અસલી નિશાન

મુંબઈ તા.૨૧:
બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોનું મૂળ નિશાન અભિનેતા સલમાન ખાન હતા.
આરોપીઓએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા સલમાન ખાનના નિવાસસ્થાનની રેકી પણ કરી હતી, પરંતુ ત્યાં કડક પોલીસ સુરક્ષા જોઈને તેમણે હુમલાની યોજના બદલી નાખી હતી. ત્યારબાદ તેમણે ટાઇગર શ્રોફને સરળ નિશાન માનીને ટાર્ગેટ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ કરનારા શૂટરો પહેલાં સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાનની આસપાસ પહોંચ્યા હતા. ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની વ્યવસ્થા જોઈને તેઓ હુમલો કરી શક્યા નહોતા.