જાેષીપરાનાં વિશાલ એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાં કચરો નાખવા અંગે ઝઘડો કરી ધમકી આપી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૬
જૂનાગઢના જાેષીપરા વિસ્તારમાં આવેલ વિશાલ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં કચરો નાખવા અંગે ઝઘડો કરી ધમકી આપ્યાની મહિલા સહિત બે વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસ મથકે વિજયકુમાર લક્ષ્મણદાસ જેઠાણીએ જ્ઞાનચંદ સાવલાણી અને હેમાબેન જ્ઞાનચંદ સાવલાણી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરીયાદી અને સાહેદને તેના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કચરો નાખવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી ફરીયાદી તથા સાહેદ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


