કોડીનારના દરિયાકાંઠેથી ૫.૪૩ લાખનો વિદેશી દારૂ ઝડપાયો : ૧૯ શખ્સો ફરાર, કુલ ૨૩ સામે ગુનો દાખલ
માઢવાડ વેલણ લાઈટ હાઉસ પાસે બોલેરો પીકપમાંથી ૪૪ પેટી દારૂ સાથે ૩ શખ્સોની ધરપકડ : નાસી છૂટેલા ૧ પકડાયો અન્યોની શોધખોળ શરૂ
કોડીનાર તા.ર૯
કોડીનાર તાલુકાના વેલણ માઢવાડ ગામના લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠેથી એક બોલેરો પીકપ વાનમાંથી કોડીનાર પોલીસે ૪૪ પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેની કિંમત રૂપિયા ૫,૪૩,૮૮૮ સાથે ત્રણ સખશોને ઝડપી લીધા છે પોલીસે ત્રણ લાખની બોલેરો અને ૧૦,૦૦૦ ના મોબાઈલ સાથે કુલ રૂપિયા ૮,૫૩,૮૮૮ નો મુદ્દામાલ ઝડપી લઇ કુલ ૨૩ ઈસમો સામે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે દારૂની હેરાફેરીમાં જે ૧૭ શખ્સો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે પકડાયેલા શખ્સો પાસેથી પોલીસને મળેલી માહિતી મુજબ એક હોડીમાં ૩૦૦ પેટી દારૂ આવવાનો હોય તેને ચડાવવા - ઉતારવાની રૂપિયા ૧૫૦૦ લેખે મજૂરી દારુ મંગાવનાર શખ્સો આપવાના હોય તેવો મજૂરી માટે આવ્યા હતા જ્યારે દારૂ હોડીમાં લાવનાર ત્રણ શખ્સો સાથે અન્ય ત્રણ વાહનોમાં ૨૫૬ પેટી દારૂ સાથેના ૧૭ જેટલા સખશો નાસી છુટ્યા હોવાનું અને તેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પકડાયેલા શખ્સો માં કોડીનારના સંજય બધા મેર, સંજય નારણ મેર તથા સાગર જયંતિ દામોદ્રા આ તમામને કોડીનારના મોહસીન ઓસ્માન હાલાઈ, નાથા લખમણ સોલંકી તથા શૈલેશ ઉર્ફે બચો જગુ કામળિયાએ ફોન કરીને દારૂની ૩૦૦ પેટી ચઢાવવા ઉતારવાની હોય રૂપિયા ૧૫૦૦ લેખે મજૂરી આપવાની વાત કરીને ઘરે બોલાવ્યા હતા. બાદમાં બોલેરો પીકપ વાનમાં બેસાડીને વેલણ લાઈટ હાઉસ પાસેના દરિયાકાંઠે મોકલ્યા હતા જ્યાં દરિયામાં એક હોળી આવેલી એમાં ત્રણ શખ્સો હોવાનું જણાવેલ અને ત્યારબાદ તરત જ કોડીનારનો જુબેર પાણાવઢુ મહિન્દ્રા બોલેરો મોહસીન તથા યાસીનશાહ ગુલામહુશેન આઇટેન તથા સતીશ કામળિયા અને શૈલેષ કામળિયા મહેન્દ્રા થાર લઈને આવેલા આ બધા વાહનોમાં દારૂની પેટી ભરી આપી હતી બાદ આ ત્રણે વાહનો લઈને તેઓ ચાલ્યા ગયા અને હોડી ખાલી થઇ જતા હોડીમા આવેલા ત્રણેય શખ્સો પણ ચાલ્યા ગયેલા આ દરમિયાન કોડીનાર પોલીસના વિવેકસિહ નારણભાઈ પઢીયારને કોડીનારના દરિયાકાંઠે દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા તેઓ તુરત જ તેમની સાથે એ.એસ.આઈ પ્રદીપસિંહ રાયજાદા, યુવરાજસિંહ અને નંદીશસિહ સાથે વેલણ ગામના દરિયાકાંઠે પહોંચ્યા હતા જ્યાં ઉપરોક્ત ૪૪ પેટી દારૂ અને બોલેરો સાથે ત્રણ લોકોને ઝડપી લીધા હતા. પોલીસે પકડેલાઓમાં સંજય બધા મેર, સંજય નારણ મેર અને સાગર જયંતિ દામોદ્રા નો સમાવેશ થાય છે જ્યારે પોલીસે અન્ય વાહનોમાં ૨૫૬ પેટી દારૂ લઈને નાસી છૂટેલા મોહસીન ઓસમાણ હાલાઇ, નાથા લખમણ સોલંકી, અજય મોહન ભરડા, દીપક ગોવિંદ મેર, કલ્લુ લખમણ વાજા, નરેશ જયંતી મેર, અરજન લાખા રાઠોડ, મોહિત પ્રકાશ વંશ, મોહસીન સતાર, ઈરફાન ઓસમાણ અસવાણી, જયેશ ભુપત રાઠોડ, અજય કામળિયા, અરફાન હારૂનભાઈ, સતીષ અરજન કામળીયા, યાસીન ગુલામશા રફાઈ તથા હોળીમાં દારૂ લાવનાર અન્ય ત્રણ શખ્સો સામે મળીને કુલ ૨૩ શખ્સો સામે કોડીનાર પોલીસના વિવેકસિંહ નારણભાઈ પઢિયારે ધોરણ સર ફરિયાદ દાખલ કરી છે જાેકે પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે દરમિયાન પોલીસે યાસીન ગુલામ રફાઈને પણ અટક કરી તેમની આ સમગ્ર પ્રકરણમાં કોની કોની શું ભૂમિકા છે તેની તપાસ આદરી છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યાસીન ગુલામ જનનસા પીર દરગાહ ને ત્યાં રહેતો હોય અને આ વિસ્તારમાં થતી ગેરકાનૂની પ્રવૃત્તિ દરમિયાન પોલીસ અને અન્ય એજન્સીઓ ઉપર વોચ રાખી અને મદદગારી કરતો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે યાસીનની પણ રિમાન્ડ દરમિયાન શું માહિતી મળે તે જાણવું રહ્યું હાલતો પોલીસે પ્રોહી. કલમ ૬૫-ઇ.૯૮(૨), ૮૧, ૮૩, ૧૧૬(ભી) તથા ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૧૧(૨)(બી), ૧૧૧(૩)(૪) મુજબ ધોરણસર ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનારને ફરતો વિશાળ દરિયાકાંઠો આવેલો છે અને આ દરિયા કાંઠામાં ઘણી જગ્યાએ સલામત લેન્ડીંગ પોઇન્ટ આવેલા છે અને આ સ્થળે અવારનવાર દરિયા મારફત વિદેશી દારૂની હેરાફેરી થાય છે થોડા સમય પહેલા કોડીનારના મૂળદ્વારકા બંદરેથી પણ એક દારૂ ભરેલી બોલેરોને લોકોએ ઝડપીને પોલીસને સોંપી આપી હતી ત્યારે પણ દારૂ ભરેલા વાહન અને અને હોડીના વિડીયો વાયરલ થયા હતા અને પોલીસને માત્ર એક જ વાહનમાં દારૂ મળી આવ્યો હતો બીજા વાહન અને હોડી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા આ દારૂ પણ આ જ ઇસમોનો હોવાનું ખુલ્યું છે ત્યારે હોડીમાં આવેલો આ વિદેશી દારૂ કઈ જગ્યાએથી લાવવામાં આવ્યો હતો તે પણ એક તપાસનો વિષય છે.


