દિવાળીના તહેવારને લઈને ઈલેક્ટ્રોનિક્સ બજારમાં ખરીદીનો ધમધમાટ જાેવા મળ્યો

મોટી સ્ક્રીનવાળા ટીવી અને ડબલ ડોરવાળા ફ્રિઝની હાલ ઈન્કવાયરી સૌથી વધુ

દિવાળીના તહેવારને લઈને ઈલેક્ટ્રોનિક્સ બજારમાં ખરીદીનો ધમધમાટ જાેવા મળ્યો
Pinterest

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભુજ,તા.૧૫
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, શુક્રવારે અગિયારસથી લઈને છેક લાભપાંચમ સુધી સળંગ તહેવારોની ઉજવણી કરવામાં આવશે. ત્યારે વર્ષના સૌથી મોટા તહેવારની ઉજવણીને લઈને લોકો પોતાની ખરીદ શક્તિ પણ બતાવી રહ્યા છે. ત્યારે ભુજની બજારમાં હાલે સૌથી વધુ ગ્રાહકો કાપડ બજારમાં, બૂટ-ચંપલની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જાેવા મળી રહી છે. જ્યારે બાકીના અન્ય ધંધાર્થીઓને ત્યા અગિયારસથી ખરીદીનો ધમધમાટ જાેવા મળશે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ બજારનો પણ સમાવેશ થાય છે. હાલ ઈન્કવાયરી અને બુકિંગનો દોર ચાલી રહ્યો છે. લોકો ધનતેરસના દિવસે શુભમુહૂર્તમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ડિલિવરી લેશે.
સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં સૌથી વધુ ટીવી અને ફીઝનું વેચાણ થતું હોય છે. આ સિવાય ઘર વપરાશની અન્ય વસ્તુઓ જેવી કે મિક્સર, બ્લેન્ડર, ઈસ્ત્રી, ઘરઘંટી સહિતની વસ્તુઓ લોકો ખરીદતા હોય છે. જાેકે, જે રીતે તૈયાર વસ્ત્રો, બૂટ ચંપલ સહિતની દુકાનોમાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી છે, તેની સરખામણીએ ઈલેક્ટ્રોનિક્સ બજારમાં હાલ છૂટક છૂટક ગ્રાહકો જાેવા મળી રહ્યા છે. મોટાભાગે સાંજના સમયે લોકો ટીવી, ફ્રિઝ સહિતની વસ્તુઓ પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. ખાસ કરીને મોટી સ્ક્રીનવાળા ટીવી અને ડબલ ડોરવાળા ફ્રિઝની હાલ ઈન્કવાયરી સૌથી વધુ જાેવા મળી રહી છે. આ વખતે જીએસટીમાં પણ ઘટાડો થયો હોવાને કારણે લોકો મોટી સ્કીનના ટીવી અને ડબલ ડોરવાળા ફ્રિઝની સાથે સાથે એસી પણ બુક કરાવી રહ્યા છે.આમેય કચ્છની અને તેમાંય ભુજની વર્ષોથી એવી તાસીર રહેલી છે કે લોકો તહેવારના દિવસે જ ખરીદી ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. જેને કારણે અગિયારસથી લઈને દિવાળી સુધી ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદીમાં સારો એવો ઉછાળો આવશે. કારણે જે રીતે ઘર વપરાશની વસ્તુઓ જેવી કે ઘરઘંટી, વોશિંગ મશીન, મિક્સર, ઓવન, ટીવી, ફ્રિઝ, એસી. સહિતની ઈન્કવાયરી છે તે જાેતાં ઈલેક્ટ્રોનિક્સના વેપારીઓ માટે આ દિવાળી શુકનવંતી સાબિત થશે.
 દિવાળીના તહેવારને લઈને ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે અને એટલા જ પ્રમાણમાં ઈન્કવાયરી પણ કરવામાં આવી રહી છે. અત્યારે લોકો મુખ્યત્વે મોટા સ્ક્રીનવાળા ટીવી વધુ પસંદ કરી રહ્યા છે. આ સિવાય ડબલ ડોરના ફ્રીઝ અને તે પણ સ્માર્ટ ટેકનોલોજી વાળાની ડિમાન્ડ વધુ છે. ગત વર્ષ કરતાં પણ આ વર્ષ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ માટે સારૂ છે. કારણ કે, જીએસટીમાં ઘટાડો થયો છે તેને કારણે આ વખતે એસીની ઈન્કવાયરીમાં સારો એવો ઉછાળો આવ્યો છે. બુકિંગ પણ કરાવી રહ્યા છે. હાલ મેડ ઈન ઈન્ડિયામાં એટલી કોઈ પોપ્યુલર બાન્ડ નથી, પરંતુ રનિંગ જે કંપનીઓના ટીવી, ફ્રીઝનું વેચાણ થાય છે તે જ રીતે હાલે બુકિંગ થઈ રહ્યું છે. લોકો ધનતેરસ તો અમુક લોકો દિવાળીના દિવસે ડિલિવરી લેશે.