ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર રાજ મોદીએ સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટની મુલાકત લીધી

ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર રાજ મોદીએ સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટની મુલાકત લીધી
સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટના મહિલા સંગઠન સમિતિના માર્ગદર્શક પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ અને સંસ્થાના મહિલા પ્રમુખ શ્રીમતી ઉષા કપૂરને ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ, રાજ મોદી, મળ્યા હતા.
સનાતન સંસ્કૃતિના મૂલ્યોથી પ્રભાવિત થઈને, રાજ મોદીએ પૂજ્ય મુક્તાનંદજી બાપુના આશીર્વાદ લીધા. આ મુલાકાત દરમિયાન, ગુજરાત અને ઝિમ્બાબ્વે વચ્ચે સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને વધુ મજબૂત કરવા અને નારી સશક્તિકરણ સંબંધિત પ્રોજેક્ટ્સને વેગ આપવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજ મોદીએ પૂજ્ય બાપુને ઝિમ્બાબ્વેની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું.
સનાતન સંસ્કૃતિનું મહત્વ અને પ્રભાવ:
સનાતન ધર્મ સદભાવ, સાદગી અને ઉચ્ચ વિચારોનો ઉપદેશ આપે છે. આ સંસ્કૃતિ જણાવે છે કે પૃથ્વી પરના દરેક પ્રાણીને જીવવાનો અધિકાર છે, અને તે દરેક જીવમાં એક જ બ્રહ્મનું દર્શન કરવાનું શીખવે છે. આ 'એકમાં અનેક'ના દર્શનથી માનવતા ખીલે છે અને પર્યાવરણનું પણ જતન થાય છે.
સનાતન સંસ્કૃતિના પ્રચારથી લોકો સંબંધોનું મૂલ્ય સમજશે, પોતાની ફરજો નિભાવતા શીખશે, અને ડિપ્રેશન જેવી બીમારીઓથી દૂર રહેશે. આ સિદ્ધાંતોનું પાલન કરવાથી કોઈ પણ દેશ સમૃદ્ધ અને સુખી બની શકે છે.


