શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, તા.ર૬
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફુલસ્કેપ નોટબુક જેની બજાર કિંમત રૂપિયા ૬૦ છે તે ૧૭૬ પેઇઝની નોટબુક આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે માત્ર ને માત્ર રૂા.૨૦ આપવામાં આવે છે. રવિવારના રોજ આ રાહત દરના ચોપડા વિતરણ કરવામાં આવતા જે વિદ્યાર્થીઓ લેવા આવેલા તે ચોપડા જાેઈ અને આવા નજીવા દરે મળતા હોય ખૂબ જ ખુશ થઈને લઈ ગયા હતા સાથે આવેલા વાલીઓ પણ આ સરસ સેવા પ્રવૃત્તિ રાહત દરની નોટબુક વિતરણ કાર્યક્રમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રમુખ વિવેકભાઈ ડી ગોહેલ તેમજ મંત્રી દિનેશભાઇ કાચા, ટ્રસ્ટી કિશોરભાઈ ચોટલીયા,વજુભાઇ કાચા, કાળુભાઈ ચોટલીયા, કલ્યાણજીભાઇ પરમાર, વરૂણભાઈ ચાવડા, ધીરૂભાઈ ટાંક, મનોજભાઈ સાવરીયા, રાજુભાઈ સોલંકી, ઉમેશભાઈ મંડોરા, પ્રવીણભાઈ મારૂ તેમજ વિભાગીય પ્રમુખો, ઉપપમુખો અને સમાજના સભ્યો, અને ઉપસ્થિત જ્ઞાતિજનો દ્વારા વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રમુખ વિવેકભાઈ ગોહેલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આપણા દરેક વિભાગમાં ચોપડા વિતરણ સ્થળ નક્કી કરવામાં આવેલ છે ત્યાંથી વહેલી તકે મેળવી લેવા ખાસ આહવાન કરવામાં આવેલ છે. ચોપડા લેવા આવનારે વિદ્યાર્થીની માર્કશીટની ઝેરોક્ષ સાથે લાવવા એક યાદીમાં જણાવેલ છે.