જુનાગઢના વિલિંગ્ડન ડેમમાં પડીને અજાણ્યા યુવકનો આત્મઘાત

જુનાગઢના વિલિંગ્ડન ડેમમાં પડીને  અજાણ્યા યુવકનો આત્મઘાત
SUPERB COLLECTION

આજે જુનાગઢના વિલિંગ્ડન ડેમમાં અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવીને આત્મઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા જુનાગઢ પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તત્કાલ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને ડેમમાંથી બહાર કાઢ્યો હતો. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં મોકલ્યો હતો તેમજ આગળની તપાસ હાથ ધરી છે.

જુનાગઢના વિલિંગ્ડન ડેમમાં પડીને આત્મહત્યા કરવાની અગાઉ પણ  ઘટનાઓ અનેકોવાર બનવા પામી છે. પોલીસ તંત્ર અને વનવિભાગે હવે આવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન ઘટે એ દિશામાં પગલાઓ લેવાની સખત જરૂર છે.