ઉના જંગલ વિસ્તારમાં ગેરપ્રવૃતિ ઉપર અંકુશ લાવવા જસાધાર રેન્જ ખાતે સતત નાઈટ પેટ્રોલિંગ હાથ ધરાઈ

ઉના જંગલ વિસ્તારમાં ગેરપ્રવૃતિ ઉપર અંકુશ લાવવા જસાધાર રેન્જ ખાતે સતત નાઈટ પેટ્રોલિંગ હાથ ધરાઈ

જૂનાગઢ, તા.18
ગીર (પૂર્વ) વનવિભાગ, ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ માર્ગદર્શન તેમજ મદદનીશ વન સંરક્ષક ઉના, કપિલ ભાટિયાની સૂચના મુજબ ગેરકાયદેસર સિંહ દર્શન તેમજ જંગલ વિસ્તારમાં થતી ગેરપ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે જસાધાર રેન્જ ખાતે સતત નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી દરમ્યાન જસાધાર રેન્જના નવાબંદર રાઉન્ડના ફોરેસ્ટર જે.સી. બાંભણિયાને નાળિયા માંડવી ગામના સરપંચ રફિકભાઈ ઈસમાઈલભાઇ સુમરા દ્વારા એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે લાકડાનો જથ્થો પરિવહન થતો હોવાની માહિતી આપવામાં આવી હતી. માહિતીના આધારે વન વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન ટ્રક નં. ય્ત્ન-૩૨-્- ૫૪૧૧ તથા તેમાં ભરેલ લાકડાનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ ટ્રકના ચાલકનું નામ મહમદ યુસુફ સરવૈયા રહેવાસી. ટીંબી જાણવા મળેલ છે, જ્યારે વાહન માલિકનું નામ ગોપાલ પંચાભાઇ બાંભણીયા રહેવાસી. વરસીંગપૂર હોવાનું પ્રાથમિક રીતે બહાર આવેલ છે. વન વિભાગ દ્વારા કાયદાની જાેગવાઈઓ અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા લાકડાના જથ્થાના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે વધુ તપાસ ચાલુ છે.