ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી : 350 બાળાઓ માતાજીની આરાધના કરે છે
બાળાઓ દ્વારા લેવાતા વિવિધ રાસ ગરબાના કાર્યક્રમો નીહાળવા લોકો ઉમટી પડે છે.
જૂનાગઢ તા.26
જૂનાગઢ શહેરમાં આદ્યશક્તિ અંબા માતાજીના નવલા નોરતાની ખુબ જ આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા પણ શક્તિ સ્વરૂપા બાળાઓના વિવિધ રાસ ગરબાની રમઝટ સાથે બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે. ગાંધીગ્રામમાં છેલ્લા પપ વર્ષથી પ્રાચીન ગરબી યોજાય છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે. ગાંધીગ્રામ ગરબી મંડળમાં 350 થી વધુ બાળાઓને માત્ર 1 રૂપિયાની ટોકન ફીમાં રાસ રમાડવામાં આવે છે. જયારે બહારના વિસ્તારની બાળાઓ પાસેથી 101 ફાળા પેટે લેવામાં આવે છે. સી-ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે યોજાતી આ ગરબીમાં ભુવા રાસ, સળગતી ઈંઢોણી રાસ, મેલડી માનો રાસ, તલવાર રાસ, દિવડા રાસ સહિતના રાસ ગરબા બાળાઓ દ્વારા લેવામાં આવી રહ્યા છે અને નગરજનો આ રાસ નીહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડી છે. વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો પણ ગાંધીગ્રામ ગરબી મંડળ ખાતે ઉપસ્થિત રહે છે અને આરતીનો પણ લાભ લ્યે છે. ગાંધીગ્રામ ગરબી મંડળની પ્રાચીન ગરબીની પરંપરાને જાળવી રાખવાની કામગીરીને બિરદાવેલ છે. નવરાત્રી મહોત્સવના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાંધીગ્રામ ગરબી મંડળના સ્વ.ચંદુભાઈ હિડોચા, વિરાભાઈ મોરી, નાથાભાઈ આહિર, મેહુલભાઈ કોઠારી, જીજ્ઞેશભાઈ દવે, ડાયાભાઈ મોરી, મહેશભાઈ બારૈયા, મેણસીભાઈ વાજા, પ્રફુલભાઈ શાહ, મનસુખભાઈ હડીયલ, શાહરૂખભાઈ મકવાણા, ભાવેશભાઈ મોરી, યશભાઈ જાેટાણીયા, યશરાજભાઈ ગઢવી, આયુષભાઈ ભરવાડ, મજીદભાઈ ચૌહાણ, મુકેશભાઈ બારોટ, ભીખુભાઈ ઢોલી, નીલેશભાઈ મીસ્ત્રી, કેતનભાઈ બામરોટીયા, વિનેશભાઈ વાજા, કુમેશભાઈ મોરી, અર્નવભાઈ ભરવાડ, પ્રેકટીસ કરાવનાર બહેનો સ્વ.મંજુબેન બામરોટીયા, કુસુમબેન મહેતા, હિનાબેન કરમટા, પુરીબેન કરમટા, શીતલબેન મોરી, વૃંદાબેન ત્રીવેદી, બંસીબેન નંદાણીયા, કોમલબેન બામરોટીયા, હિરાણી મીરાલીબેન, રાધીકાબેન તેમજ ગાયક કલાકાર મુકેશભાઈ બારોટ, પુનમબેન રાઠોડ, રશીકભાઈ બગથરીયા, આયુષભાઈ ભરવાડ, ઓરકેસ્ટ્રા ભીખુભાઈ ઢોલી સહિતના કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠવવામાં આવી રહી છે. તેમજ ગાંધીગ્રામ વિસ્તારના લોકોનો પણ સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.


