વિજયાદશમી(દશેરા) નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા
(પ્રતિનિધિ દ્વારા) સાળંગપુર તા.ર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધર્મ પર ધર્મની જીતનુ પ્રતિક, બુરાઈ પર અચ્છાઈની જીતનુ પ્રતિક તથા અસત્ય પર સત્યના વિજયપર્વ વિજયાદશમી (દશેરા) છે. પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે આ દિવસને દશેરાના રૂપમાં ઉજવાય છે. આજે તા.૨-૧૦-૨૦૨૫ને ગુરૂવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા અને દાદા સમક્ષ શસ્ત્ર ધરાવાયા છે. સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને ફાફડા અને જલેબી નો અન્નકૂટ ધરાવાયો દાદાના દર્શન-આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.


