ગુજરાત પોલીસ વિભાગમાં બઢતી બદલી
7 Dyspની બદલી સાથે 68 PIને Dyspના પ્રમોશન
ગુજરાતમાં પોલીસતંત્રમાં બદલી બઢતીનો દોર શરૂ થયો છે ત્યારે મળતી વિગત મુજબ ગુજરાત પોલીસના વર્ગ-2ના 68 પોલીસ ઇન્સ્પેક્ટરોને વર્ગ-1ના DySP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં હથિયારી 9 PI, બિનહથિયારી 47 PI અને વાયરલેસ 12 PIની બઢતી કરવામાં આવી છે. આ સાથે જ વર્ગ-1ના 7 DySPની બદલી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 119 પોલીસ ઇન્સ્પેક્ટરોની ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિક્ષાની વિગતો મોકલવા સંબંધિત વિભાગોને સૂચના પણ આપવામાં આવી હતી.


