જામનગરમાં કતલખાને લઈ જવાતા ૧૨ ગૌવંશને બચાવાયા.

જામનગરમાં કતલખાને લઈ જવાતા ૧૨ ગૌવંશને બચાવાયા.

જામનગરના ખિલોસ પાસે પંચકોશી એ ડિવિઝનના પી.આઈ એન.એમ.શેખ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક આઈસર ટ્રકનું ચેકિંગ કરતા તેમાંથી 12 જેટલા ગૌવંશને ખરાબ રીતે ખીચોખીચ બાંધેલા મળી આવ્યા હતા. જેમને જામનગરના ખિલોસ અને આજુબાજુના વિસ્તારોમાંથી ભરીને કચ્છના માળિયા તરફના કોઈ કતલખાને લઈ જવાતા હતા. પોલીસે આ તપાસમાં એક કસાઈની ધરપકડ કરી છે જયારે બે અન્ય આરોપીઓ ફરાર છે. ઓછી જગ્યામાં ખીચોખીચ ભરેલા અને ભૂખ તરસથી વ્યાકુળ ગૌવંશની દુર્દશા જોઈ તેમને તાત્કાલિક નીચે ઉતારીને પાંજરાપોળ ખાતે લઈ જવાયા હતા.