ભારત-અમેરીકા વ્યાપાર વાટાઘાટો અટકી ગઈ હોવાના અહેવાલો
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭:
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. પણ તેની તારીખ કે જગ્યાના કોઈ ઠેકાણા નથી અટકી રહી છે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ અટકી રહી છે. બન્ને દેશોએ એકબીજા સામે અનેક પ્રસ્તાવ રાખ્યા છે, પરિણામે ભારત અમેરિકાથી મકાઈ કરીદી શકે છે, તેનો ઉપયોગ ઈથેનોલ બનાવવામાં થશે. સાથે સાથે ભારત અમેરિકાથી વધુ ઓઈલ પણ ખરીદશે. આ બધુ એક નવી વેપાર સમજૂતી માટે તૈયાર કરાયેલ પ્રસ્તાવ છે.
ભારતે અમેરિકાને ૨૫ ટકા વધારાનો ટેકસ હટાવવાનું કહ્યું છે. આ ટેરિફ અમેરિકાએ ભારત પર રશિયાનું ઓઈલ ખરીદવા પર લગાવ્યો હતો, અમેરિકાનું કહેવું છે કે આથી રશિયાને યુક્રેન યુધ્ધમાં ફંડીંગમાં મદદ મળી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, નવા પ્રસ્તાવ અપાયા છે. ઈથેનોલ બનાવવા માટે મકાઈ ખરીદવા પર વાત ચાલી રહી છે. આ મહત્વની વાત છે કારણ કે અમેરિકા પહેલાથી જ ભારત પર દબાણ કરી રહ્યું હતું. તે ઈચ્છતું હતું કે ભારત અમેરિકી સોયાબીન, મકાઈ ખરીદે, પણ ભારતે તેનો સાફ ઈન્કાર કર્યો હતો.


