ભારત અને મોરેશિયસ વચ્ચે બનશે આર્થિક સંબંધો ગાઢ, બંને દેશો કરશે હવે લોકલ કરન્સીમાં વેપાર: વડાપ્રધાન મોદી

ભારત અને મોરેશિયસ વચ્ચે બનશે આર્થિક સંબંધો ગાઢ, બંને દેશો કરશે હવે લોકલ કરન્સીમાં વેપાર: વડાપ્રધાન મોદી
Moneycontrol

મોરેશિયસના વડાપ્રધાન ડો. નવીનચંદ્ર રામગુલામ ભારતની મુલાકાતે હોય ત્યારે વારાણસીમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરેશિયસ વડપ્રધાન ડો.નવીનચંદ્ર રામગુલામ સાથે પ્રતિનિધિ સ્તરની બેઠક કરી હતી, જેમાં બને દેશો દ્વારા દ્વિપક્ષીય સંબંધ મામલે ચર્ચા કરવામાં આવી, જેમાં બંને દેશો ના વડાઓ એ બંને દેશના આર્થિક અને નાણાકીય સંબંધો ગાઢ બનાકબનાવતા લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપારને મંજુરી આપવા સહમતી દર્શાવી હતી. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગતવર્ષે મોરેશિયસમાં UPI તથા Rupay કાર્ડ સેવા શરૂ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. આ સિવાય વડપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ પેકેજ રજૂ કર્યું છે, જે પેકેજ હેઠળ વેટરનીટી સ્કૂલ, એનિમલ હોસ્પિટલ, 500 બેડની સર સીવુસગુર રામગુલામ  નેશનલ હોસ્પિટલ અને આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતના પ્રોજેક્ટ ફંડ ફાળવશે. જે રોજગારીની તકો સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે.