રશિયાના વિકલ્પે ઈરાન પાસેથી ક્રુડ તેલ ખરીદવા ભારતે અમેરીકાની મંજુરી માંગી

રશિયાના વિકલ્પે ઈરાન પાસેથી ક્રુડ તેલ ખરીદવા ભારતે અમેરીકાની મંજુરી માંગી
TELEGRAPH

(એજન્સી)          વોશિંગ્ટન તા.ર૬:
ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ મુદે મુખ્ય વિવાદનું કેન્દ્ર બની ગયેલા રશિયન ક્રુડતેલની ભારત દ્વારા કરાતી ખરીદીમાં હવે વિકલ્પ પર ચર્ચા છે. અમેરિકા સતત આક્ષેપ કરે છે કે રશિયા પાસેથી ભારત ક્રુડતેલ ખરીદીને જે નાણા ચુકવે છે. તેનાથી રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં વિગેરેમાં ઉત્પાદનમાં મદદ મેળવે છે અને તેથી ભારતે આ ક્રુડતેલ ખરીદી બંધ કરવી જોઈએ. જો કે ભારત રશિયા પાસેથી જે ક્રુડતેલ ખરીદે છે તેમાં મોટું ડિસ્કાઉન્ટ મેળવે છે જેનાથી ભારતને મોટો લાભ થાય છે. પરંતુ હાલ અમેરિકામાં વ્યાપાર મંત્રી પિયુષ ગોયલના નેતૃત્વ હેઠળ જે ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકામાં વાટાઘાટ માટે પહોંચ્યુ છે તેના મારફત ભારત જો રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવાનું બંધ કરે તો તેને ઈરાન-વેનેઝુએલા પાસેથી ક્રુડતેલ ખરીદવા માટે મંજુરી મળવી જોઈએ.