ટ્રમ્પ ઈરાનમાં મહાવિનાશ કરશે ? સમગ્ર વિશ્વનાં શ્વાસ અધ્ધર
પાવર પ્લાન્ટ સહિત મહત્વનાં સ્થળો પર ઈરાન માનવ સાંકળ બનાવશે
(એજન્સી) વોશીંગ્ટન/ તહેરાન તા. ૭
અમેરિકા અને ઈઝરાયેલે મધ્યપુર્વમાં ઈરાન પર કરેલા આક્રમણમાં હવે ૪૦માં દિવસ પુર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલી શરતો ફગાવી ઈરાને યુદ્ધ ચાલુ જ રાખવા કરેલી જાહેરાતથી હવે શું થશે ? તે પ્રશ્ન પુરી દુનિયામાં પુછવામાં આવી રહ્યા છે.
અમેરિકી સમય મુજબ બુધવારે સવારે ૮.૩૦ સુધીમાં ઈરાન સમજુતી પર ન આવે તો એક જ રાતમાં ઈરાનને ખત્મ‘ કરી દેવાની જાહેરાત કરી છે. પ્રમુખ ટ્રમ્પે પહેલા ઉર્જા પ્લાંટ અને બાદમાં પુલ, સડકો અને તેલ મથકોને નિશાન બનાવવાની ચેતવણી આપી છે તો બીજી તરફ ઈરાને જાહેર કર્યુ છે કે અમેરિકાના દરેક આક્રમણનો જવાબ અપાશે.
ઈરાને તેના પાવર પ્લાંટ આસપાસ માનવ સાંકળ બનાવવાની જાહેરાત કરી અમેરિકાને બોમ્બ ઝીકવા પડકાર કર્યો છે. ટ્રમ્પે બુધવાર સવારે ૮.૩૦ સુધીનો સમય આપ્યો છે તે પુર્વે ઈરાને તેના એથલીટો, કલાકારો અને વિદ્યાર્થીઓ સહિત તમામને મહત્વના મથકો આસપાસ માનવ સાંકળથી ઉભા રાખી દેવા તૈયારી કરી છે તથા લોકોને પરમાણુ સ્થળો આસપાસ એકત્ર થવા આહવાન આપ્યુ છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રીએ પણ ઈરાનને ડહાપણભર્યો ર્નિણય લેવા અપીલ કરી છે. અમેરિકા અને ઈઝરાયેલ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી ભારે બોમ્બમારો-મિસાઈલ દાગશે. તેઓએ જણાવ્યું કે પ્રમુખના આદેશ મુજબ ઈરાન પર મોટો હુમલો થશે.
જાે કે ઈરાન આ પ્રકારની ધમકીને ભારતે જાહેર કર્યુ કે અમેરિકાની બકવાસ ચેતવણીનો મુકાબલો કરવા તૈયાર છીએ. ઈરાન આ દબાણના જવાબમાં મધ્યપુર્વમાં મોટાપાયે હુમલો કરવા તૈયારી કરી છે.


