જૂનાગઢનાં કડીયાવાડમાં જર્જરીત બિલ્ડીંગો અને રોડ રસ્તાનાં અટકેલા કામો અંગે નાગરીકો ઉપવાસ આંદોલન પર બેસી ગયા : આખરે ધારાસભ્યની દરમ્યાનગીરીથી મામલો થાળે પડયો
વોર્ડ નં.૧૦માંથી ચુંટાયેલા ભાજપનો એક પણ કોર્પોરેટર ફરકયો નથી : લોકોમાં ભારે રોષ
જૂનાગઢ તા. ૬
જૂનાગઢ શહેરમાં કડીયાવાડ વિસ્તારમાં બે દિવસ પહેલા એક મહિલાનાં માથા ઉપર જર્જરીત બિલ્ડીંગમાંથી પોપડું પડતા આ મહિલાને માથા અને હાથમાં ગંભીર ઈજા થઈ હતી અને રર ટાંકા આવ્યા હતા. છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી જવાહર રોડ પર સ્વામી મંદિરથી લઈ સેજની ટાંકી સુધીનો રોડ ખોદી નાખવામાં આવ્યો છે જેને કારણે આ વિસ્તારનાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ કારણે તેમજ ઉપરોકત ઘટના સબબ સમગ્ર કડીયાવાડ તેમજ આજુબાજુનાં વિસ્તારનાં લોકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે અને લોકો આજે સ્વયંભૂ આંદોલન પર બેસી ગયા હતા. આ ઘટના અંગે કડીયાવાડ વિસ્તારનાં અગ્રણી સની કિશનભાઈ સોંદરવાએ આંદોલન કરનાર લત્તાવાસીઓની પીડા રજુ કરતા એવું જણાવ્યું હતું કે, જર્જરીત બિલ્ડીંગમાંથી પોપડા પડવાથી એક બહેન ઈજાગ્રસ્ત થયા છે જે સારવાર હેઠળ છે. તેમજ રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે જે સબબ લોકોમાં ભારે રોષ છે અને આંદોલન સિવાય કોઈ રસ્તો નથી અને જયાં સુધી રોડ રસ્તાના કામો શરૂ કરવાની ખાતરી આપવામાં નહી આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવતા સની સોંદરવાએ વધુમાં કહયું કે, વોર્ડ નં.૧૦માંથી ચુંટાયેલા ભાજપનાં ચારેય કોર્પોરેટરોને કોઈ શરમ જેવું નથી, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી, નાગરીકોની હાલાકી પુછનાર કોઈ રહયું નથી, ભ્રષ્ટાચાર કયાં સુધી કરશો ? તેવા સવાલો ઉઠાવતા સની સોંદરવાએ કહયું કે, આ વિસ્તારની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો ઘરની બહાર નીકળતા વિચાર કરે છે. બાળકોને બહાર નીકળવા દેવામાં આવતા નથી કારણ કે ખૂબજ જાેખમ છે આ વિસ્તારમાં કેટલી બિલ્ડીંગો જર્જરીત થઈ ગઈ છે લોકોની સલામતી પર ખતરો છે તેમ છતાં કોર્પોરેશનનાં સત્તાવાળાઓને કોઈ ફરક પડતો નતથી માત્ર નોટીસ આપી સંતોષ માની લેવામાં આવે છે. ર૦ર૩માં કડીયાવાડમાં જ સર્જાયેલી દુર્ઘટનામાં ચાર નિર્દોષ લોકોનાં જીવ ગયા પરંતુ સત્તાવાળાઓએ કોઈ ફરક પડતો નથી તેમ જણાવતા કડીયાવાડ વિસ્તારનાં લોકો આજે આંદોલન પર બેસી ગયા હતા અને જયાં સુધી ખાતરી આપવામાં ન આવે ત્યા સૃુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી આ ઘટનાની જાણ થતાં જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયા ઘટના સ્થળે દોડી ગયા હતા અને આંદોલનકારી નાગરીકોને રોડ રસ્તાનાં કામો વિના વિલંબે પુરા કરવાની તેમજ જર્જરીત બિલ્ડીંગો અંગે જે કાર્યવાહી કરવાની હશે તે તાત્કાલીક હાથ ધરવાની કોદર્પોરેશનનાં સત્તાવાળાઓને સુચના આપી હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યએ બાહેંધરી આપતા લોકોએ આંદોલન સમેટી લીધું હતું. ધારાસભ્ય સંજય કોરડીયાએ કહયું કે, નોટીસ આપવાને બદલે કાયદાકીય કામ ઝડપથી થવું જાેઈએ. લોકોની સલામતી ખૂબજ જરૂરી છે. રોડર સ્તાનાં ઘણા સમયથી અટકેલા છે તે તાત્કાલીક પુર્ણ થવા જાેઈએ કોઈ કારણ હોય તો લોકોને વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરી શકાય છે તેમ જણાવતા ધારાસભ્યએ કહયું કે, રોડ રસ્તાનાં કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે અને જર્જરીત બિલ્ડીંગો અંગે તુરંત ઘટતી કાર્યવાહી કરવામાં આવે જેમાં પક્ષકારોનાં હિતોનું ધ્યાન રાખવામાં આવે તેવી સૂચના સત્તાધિકારોઓને આપી દેવામાં આવી છે. આખરે ધારાસભ્ય સંજય કોરડીયાની દરમ્યાનગીરીથી કડીયાવાડ વિસ્તારનાં નાગરીકોએ આંદોલન સમેટી લીધું હતું જાે કે આ લખાય છે ત્યાં સુધી પણ વોર્ડ નં. ૧૦નો એક પણ ચુંટાયેલો કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચેલ નથી જેથી લોકોમાં ભારેભાર રોષ જાેવા મળી રહયો છે. જન આંદોલનનાં સમર્થનમાં કડીયાવાડ વિસ્તારનાં વેપારીઓએ પોતાની દુકાનો - કામધંધા બંધ રાખીને આંદોલનને સમર્થન જારી કર્યુ હતું. પરંતુ ત્યારબાદ મામલો થાળે પડતા દુકાનો ખોલી નાખી હતી.





