અમેરીકાના અત્યંત સનસનીખેજ એપસ્ટીન સ્કેન્ડલમાં કોનું નામ આવશે ? વિશ્વવ્યાપી ડર
અત્યાર સુધીમાં બીલગેટ્સ, ટ્રમ્પ સહિત ટોચની પાંચ હસ્તીઓની સંડોવણી ખુલી : આજે વધુ ફોટા અને નામો બહાર આવશે
(એજન્સી) વોશીંગ્ટન, તા.૧૯:
અમેરિકાના કુખ્યાત એપસ્ટીન સેક્સ સ્કેન્ડલની ફાઈલો આજે ખુલવાની છે. આ ફાઈલો રિલીઝ થતાં જ આ સ્કેન્ડલમાં સામેલ લોકોના નામ સામે આવી શકે છે.
એવું માનવામાં આવે છે કે વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ અને નેતાઓના નામ આ ફાઇલોમાં નોંધાયેલા છે. ફાઇલોમાં હજારો પાનાના દસ્તાવેજો, ૯૫ હજાર ફોટા અને બેંક રેકોર્ડ્સ શામેલ છે.
ેંજી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ડેમોક્રેટ્સે દોષિત જાતીયના ગુનેગાર જેફરી એપ્સટીનની મિલકતમાંથી ૬૮ નવા ફોટા જાહેર કર્યા છે, જેમાં માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ગૂગલના સેર્ગેઈ બ્રિન, નોઆમ ચોમ્સ્કી અને ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનન સહિત અનેક પ્રભાવશાળી વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે. એપ્સટિન ફાઇલ્સ સાથે સંબંધિત ૬૮ ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા હતા. નવા ફોટોગ્રાફ્સમાં અબજોપતિ ઉદ્યોગપતિ બિલ ગેટ્સ અને ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કી પણ દેખાય છે. બિલ ગેટ્સ એક મહિલા સાથે જોવા મળે છે, પરંતુ તેનો ચહેરો ઢંકાયેલો છે અને મહિલાની ઓળખ જાણીતી નથી. આ ફોટોગ્રાફ્સ યુએસ સંસદની હાઉસ ઓવરસાઇટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.


