સાઉદી અરેબીયાએ ક્રુડ તેલનાં ભાવમાં ૧૦ ગણો વધારો ઝીંકયો : ભારત સહિતનાં આયાતકાર દેશો માટે ભારે ચિંતા
(એજન્સી) નવી દિલ્હી તા.૭
ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જે પ્રતિ બેરલડોલર ૧૨૦ સુધી પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આ વધારો વિશ્વભરમાં ફુગાવાનું કારણ બની રહ્યો છે. દરમિયાન, સાઉદી અરેબિયાએ વિશ્વના માથાનો દુખાવો વધુ વધાર્યો છે. હકીકતમાં, બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપોને કારણે વૈશ્વિક ઉર્જા બજારોમાં અસ્થિરતાના પ્રતિભાવમાં સાઉદી અરેબિયાએ એશિયન ખરીદદારો માટે તેના મુખ્ય ક્રૂડ ઓઈલના ભાવ રેકોર્ડ પ્રીમિયમ પર વધારી દીધા છે.
વિશ્વ હાલમાં ગંભીર ઉર્જા સંકટની અણી પર છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતા તણાવે હવે વિનાશક વળાંક લીધો છે, જેની સીધી અસર વૈશ્વિક તેલ બજાર પર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની સંભાવના અને તેલ ઉત્પાદક દેશોના સંઘર્ષમાં સામેલ થવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ડોલર ૧૧૫ પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ ડોલર ૧૧૨ પ્રતિ બેરલને વટાવી ગયું છે. આ યુદ્ધ અને તેલ સંકટ વચ્ચે, સાઉદી અરેબિયાથી વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વિશ્વની સૌથી મોટી તેલ કંપની સાઉદી અરામકોએ એશિયન ખરીદદારો માટે તેના ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનાથી ભારત જેવા મુખ્ય આયાતકાર દેશોમાં ચિંતા વધી છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે પહેલાથી જ તેલ-ગેસની આવક ખોરવાઈ ગઈ છે. હવે સાઉદી અરેબિયાએ ચુપકેથી આટલી મોટી રમત રમી છે, જે ભારતની ચિતા વધારનારી છે. સાઉદીની સૌથી મોટી કંપની આરામકોએ આવતા મહિના, એટલે કે મે માટે ક્રૂડ ઓઈલની કિમતોમાં ૧૦ ગણો વધારો કરી દીધો છે. ભારત જેવા એશિયાઈ દેશોએ આ પ્રીમિયમ ૮ ગણું આપવું પડશે, જ્યારે યુરોપિયન દેશોએ ૧૦ ગણું ચૂકવવું પડશે, તો જ તેમને તેલ મળશે.


