IPL  ફાઈનલમાં કોણ પહોંચશે ? આજે રાજસ્થાન - ગુજરાત વચ્ચે ખરાખરીનો જંગ

IPL  ફાઈનલમાં કોણ પહોંચશે ? આજે રાજસ્થાન - ગુજરાત વચ્ચે ખરાખરીનો જંગ

ચંદીગઢ તા. 29
આઈપીએલ-2026 ના ટાઇટલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટક્કર મેળવવાનો લક્ષ્યાંક સાથે ગુજરાત ટાઇટન્સ આજે ક્વોલિફાયર ૨ માં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. તેના માટે 15 વર્ષનો ‘શકિતશાળી કિશોર‘ વૈભવ સૂર્યવંશીનો સામનો કરવાનો સૌથી મોટો પડકાર મળશે. તે આ IPL સિઝનમાં સૌથી યુવા અને સૌથી "મોટો" બેટ્સમેન બની ગયો છે. આજની મેચમાં, ગુજરાતે આક્રમક રીતે રમવા માટે સૂર્યવંશી તેમજ તેના ટોચના ક્રમના બેટ્સમેનોને વહેલા આઉટ કરવાની જરૂર પડશે.