માંગરોળનાં હુસેનાબાદમાં નદી કાંઠેથી માનખેત્રાના વૃદ્ધની લાશ મળતા ચકચાર
હત્યા, આત્મહત્યા કે આકસ્મિક મોત.? પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ તા. ૧૫
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ નજીક નદી કિનારેથી એક વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બુધવારની સંધ્યાએ માંગરોળના હુસેનાબાદ નદીના કાઠે શેરીયાજ ગામ તરફ એક વૃદ્ધ વ્યક્તિ મૃત અવસ્થામાં પડ્યો હોવાનું માલુમ થતા લોકોના ટોળા ઉમટવા લાગ્ય હતા. તાતાત્કાલિ ધોરણે માંગરોળ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ડેડ બોડીનું પંચનામું કરી પીએમ ૧૦૮ મારફત માંગરોળ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. મૃત અવસ્થામાં મળી આવેલ વ્યક્તિના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવેલ જે માંગરોળના માનખેત્રા ગામના ભીમા કરમટા નામના વૃધ્ધનુ હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે હાલ આ ડેડ બોડી માનખેત્રાના ભીમા કરમટા નામના રબારી શખ્સની હોવાનું માલુમ પડે છે. હાલ ડેડ બોડી માંગરોળ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થ લાવવામાં આવી છે. આ બાબતે મરીન પોલીસે તપાસ હાથ ધરી છે. હત્યા, આત્મહત્યા કે આકસ્મિક મોત તેનું સચોટ કારણ પોલીસ તપાસ પછી જ બહાર આવશે.


