સાઉદી અરબે હૂતી વિદ્રોહીઓ સામે કરેલ હવાઈ હુમલામાં ૯૫૦નાં મોત

સાઉદી અરબે હૂતી વિદ્રોહીઓ સામે કરેલ હવાઈ હુમલામાં ૯૫૦નાં મોત

(એજન્સી)          યમન તા.૧૪:
યમનમાં સાઉદી અરબ સર્મથિત સરકારી સેનાએ હૂતી વિદ્રોહીઓ સામેની કાર્યવાહી તેજ કરી છે. યમનની રાજધાની સના પર મિસાઇલ હુમલાના અહેવાલો સામે આવ્યા છે. સના હૂતી વિદ્રોહીઓનો ગઢ માનવામાં આવે છે. આ દરમ્યાન હૂતી વિદ્રોહીઓએ હુમલાનો આકરો જવાબ આપવાની ચેતવણી આપી છે. બીજી તરફ, યમનની સરકારી સેનાએ દાવો કર્યો છે કે હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૯૫૦ લડાકુઓ માર્યા ગયા છે.
યમનમાં સંઘર્ષ વચ્ચે હૂતી વિદ્રોહીઓએ તાઇઝ શહેરમાં સરકારી સેનાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ લોકોનાં મોત થયાં છે, જેમાં પાંચ વર્ષનું બાળક પણ સામેલ છે. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, સના પર હુમલાની આશંકા વચ્ચે વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે.
સાઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-માલિકીએ જણાવ્યું કે સનાના એક વિસ્તારમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે ટૂંક સમયમાં ચેતવણી આપવામાં આવશે. આ વિસ્તારમાં ખાસ સૈન્ય કાર્યવાહી હાથ ધરવાની યોજના છે.