ઈરાન સાથે ખનીજતેલનો વેપાર કરવાના આરોપ સબબ અમેરીકાએ બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીય નાગરીકો પર પ્રતિબંધ લાદયા

ઈરાન સાથે ખનીજતેલનો વેપાર કરવાના આરોપ સબબ અમેરીકાએ બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીય નાગરીકો પર પ્રતિબંધ લાદયા

વોશિંગ્ટન તા.૯:
અમેરિકાએ મુંબઈ સ્થિત બે કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલા પાંચ ભારતીય નાગરિકો પર પ્રતિબંધો લાદ્યા છે. તેમના પર ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોના વેપારમાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ભારતીય કંપનીઓ અને નાગરિકો ઉપરાંત, ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોના વેપાર કરવા બદલ ઘણી અન્ય કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજાે પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ પગલું ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ હેઠળ ઈરાન પર વ્યાપક યુએસ કાર્યવાહીનો એક ભાગ છે.
આ પ્રતિબંધો મુંબઈ સ્થિત SSPL સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સમુદ્ર મરીન સવિર્સીસ પ્રાઇવેટ લિમિટેડને ઈરાનથી તેલ આયાતને કથિત રીતે સરળ બનાવવા બદલ લક્ષ્ય બનાવે છે. આ બે કંપનીઓ સાથે સંકળાયેલા પાંચ વ્યક્તિઓને તેમની કંપનીઓ સાથે સંબંધિત વ્યવહારો કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.