દિવાળીના તહેવારો સબબ જૂનાગઢ એસટી દ્વારા ર૧૦ એકસ્ટ્રા બસ શરૂ થશે
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૬
આગામી દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને જૂનાગઢ એસટી નિગમ દ્વારા ૧૦૫ બસ સાથે ૨૧૦ ટ્રીપનું એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. દિવાળી જેવા મોટા તહેવારમાં મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે જૂનાગઢ વિભાગીય નિયામક ડાંગર દ્વારા જૂનાગઢ ડિવિઝન જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં એક્સ્ટ્રા બસ દોડાવવાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેથી આગામી તહેવારોમાં મુસાફરો આરામ દાયક મુસાફરી કરી શકે એસટીવિભાગીય નિયામક ડાંગરે વધુમાં જણાવ્યું હતું કે, જરૂર પડયે તો વધુ બસ પણ ફાળવણી કરવામાં આવશે અને વધુમાં માહિતી આપતા જણાવ્યું કે આ વખતે ગ્રુપ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમ કે ૫૧ કે તેથી વધારે પેસેન્જર હશે તો તેનાં ગામથી પોતાના વતન ગામ કે યાત્રા ધામ સુધી જવું હશે તો જેતે બસ સ્ટેન્ડથી ગ્રુપ બુકિંગ કરી શકશે અને તે કહેશે તારીખ સમય સ્થળ ત્યાંથી તમને સ્પેશિયલ બસ સેવા ફાળવવામાં આવશે. આમ આગામી તહેવારોને ધ્યાન લઇ જૂનાગઢ વહિવટી તંત્ર સજ્જ બન્યું છે.


