શ્રી કષ્ટભંજન દેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.૨૫-૧૦-૨૦૨૬ને રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને સફેદ ગુલાબ વિગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને ઘારીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે ૫:૪૫ કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. અનેક ભક્તો દ્વારા દાદાને ધજા ચઢાવાઈ હતી. મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કારવમાં આવ્યું હતું. આ દર્શન અને મહાપ્રસાદનો અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


