સોમનાથ ખાતે અખિલ ભારતીય સુર્વણકાર સંઘની બેઠક મળી

ગુજરાત પ્રાંતના નવા અધ્યક્ષ તરીકે અરવિંદ રાણીંગા અને ઉપાધ્યક્ષ તરીકે વૈભવ ચોકસીની વરણી કરાઈ

સોમનાથ ખાતે અખિલ ભારતીય સુર્વણકાર સંઘની બેઠક મળી

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૯
અખિલ ભારતીય સુર્વણકાર સંઘની મીટીંગ સોમનાથ મહાદેવ સાનિધ્યમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કાશ્મીરસિંહ રાજપુતની અધ્યક્ષતામાં સોમનાથ સાગર દર્શન ઓડીટેરીયમ ખાતે યોજવામાં આવી. જેમાં સંગઠનને કાર્યરત તેમજ મજબુત  કરવા અને સુર્વણકારોની એકતા અને વિકાસ માટે તેમજ પ્રોત્સાહન આપવા તથા વેપાર-ધંધામાં પડતી મુશ્કેલીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સંમેલનને નટુભાઈ ચોકસી, રમણીકભાઈ પારેખ, વૈભવ ચોકસી, અરવિંદ રાણીંગા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ કાશ્મીરસિંહે સંબોધન કર્યું હતું. જેમાં નટુભાઈ ચોકસીએ સુર્વણકારોના પાયાના પ્રશ્નો, તકલીફ, જીએસટી, વર્લ્ડ માર્કેટ, એકસાઈઝ, ચોરીના માલની રીકવરી સબંધી કાયદાકીય નિયમોનું માર્ગદર્શન આપ્યું અને સંગઠન મજબુત રાખી હિંમત કેળવવા અનુરોધ કર્યો હતો. વૈભવ ચોકસીએ સંબોધનમાં જણાવ્યું કે, આપણે જન્મજાત મહાજન તરીકે છીએ આપણે સૌ જાગૃત થઈ સુર્વણ નિગમ માટે ખુબ જ પ્રયત્નશીલ રહેવું જાેઈએ જે માટે મજબુત નિર્ણય અને મક્કમ નિર્ધાર હોવો જાેઈએ તો મોટાભાગના પ્રશ્નો ઉકેલાય. સુર્વણકાર સંઘના ઉપાધ્યક્ષ આર.આર. પારેખે સંબોધનમાં જણાવ્યું કે, જેમ મહારાષ્ટ્રમાં જેમ ચોરીનો મુદ્દામાલ રકમ લેવા તેવો કાયદો લાવી સોનીઓને સુરક્ષા આપવી જાેઈએ.