માંગરોળમાં વિડીયો ઉતારવા બાબતે મારામારી : સામસામે ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૦
માંગરોળમાં વિડીયો ઉતારવાના મનદુ:ખે મારામારી થતા સામસામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માંગરોળ પોલીસ મથકે વિજયભાઈ નરેન્દ્રભાઈ ગરચરએ કાના દિનેશ કરમટા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ધજા આગળ ચાલતા હોય ત્યારે આરોપી કાના દિનેશ કરમટા ધજાનો વિડીયો ઉતારતા હોય જેથી ફરીયાદીએ વિડીયો ઉતારવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી લાકડી તથા લોખંડનું પીંજરૂ મારી દઈ સાહેદ છોડાવવા પડતા સાહેદને પથ્થર મારી અને છુટી બોટલો મારી ઈજાઓ કર્યાની ફરીયાદ નોંધાવેલ જયારે સામાપક્ષે કાનાભાઈ દીનેશભાઈ કરમટાએ વિજય નરેન્દ્ર ગરચર અને જય નરેન્દ્ર ગરચર વિરૂધ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ કે ફરીયાદી ધજા નો વિડીયો ઉતારતા હોય આરોપી વિજયે વિડીયો કેમ ઉતારે છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ લાકડી વડે મારમાર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


